સોના જેવો દિવસ ઊગે ને ચાંદી જેવી રાત, અમારે ભયોભયો છે !
એમાં પાછો અાપ સરીખો રઢિયાળો સંગાથ, અમારે ભયોભયો છે !
પુષ્પ, પતંગા, પર્વત, પંખી, પર્ણો પ્રાસ રચીને પલપલ પુલકિત કરતાં.
મંદ મંદ આ સમીર સાથે થયા કરે સંવાદ, અમારે ભયોભયો છે !
ખેતર લીલુંછમ્મ અને આ શેઢા ઉપર સંબંધોના ઢગલે ઢગલાં;
ઉપરથી આ ધીમી ધારે સ્મરણોનો વરસાદ, અમારે ભયોભયો છે !
ખાલીપાની ક્ષણો ફૂટી છે પરપોટાની જેમ, ઉઠ્યા છે છંદતરંગો;
દશે દિશાથી મળ્યા કરે છે શબ્દોની સોગાદ, અમારે ભયોભયો છે !
હોઠ ઉપર આવીને અટકી જાય કશું તો આંખો વાટે અંદર જાજો;
નામ તમારું નસેનસોમાં દોડે છે પૂરપાટ; અમારે ભયોભયો છે !
-'જિત' ઠાડચકર
સુંદર ગઝલ...
જવાબ આપોકાઢી નાખોવિધાયકભાવની ગઝલો આમ પણ બહુ ઓછી જોવા મળે છે...
મજા આવી...
આભાર વિવેકભાઇ...
જવાબ આપોકાઢી નાખો