બની રહી છે કેમ અહીં હોવાની ઘટના ?
ઇચ્છા તો છે ક્યાંક બને ખોવાની ઘટના.
આપ ભલે ને સ્મિતોના તોરણ બાંધી દો;
ઘરમાંથી તો નીકળે છે રોવાની ઘટના.
જાય પછી રાતોની રાતો ઉજાગરામાં;
ખૂબ પડે છે મોંઘી આ જોવાની ઘટના.
પુણ્ય અને પાપોની સઘળી ચિંતા છોડો;
ગંગામાં તો રોજ બને ધોવાની ઘટના.
કોણ જાય છે રોજ ગઝલમાળા ગૂંથીને ?
અને બને છે કેમ શબ્દ પ્રોવાની ઘટના ?
-'જિત' ઠાડચકર
સુંદર ગઝલ !!
જવાબ આપોકાઢી નાખોબધા શેર સરસ થયા છે...